લીબિયામાં પૂરથી 2000 લોકોનાં મોતની ભીતિઃ હજારો લાપતા

Wednesday 13th September 2023 08:09 EDT
 

કાઇરોઃ લીબિયામાં વિનાશક પૂરને પગલે 2000 લોકોનાં મોત થયાં હોવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારે સોમવારે જણાવ્યું હતું કે, દેશના પૂર્વ ભાગમાં ભારે પૂરને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. લીબિયાના વડાપ્રધાન ઓસામા હમદે જણાવ્યું હતું કે, પૂર્વના શહેર ડેરનામાં 2000 લોકોનાં મોતની શક્યતા છે, જ્યારે ઘણા લોકો લાપતા છે. હમદે કહ્યું હતું કે, ઉરનાને ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તોફાન પછી આવેલા પૂરમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. લીબિયાના આરોગ્ય મંત્રી ઓથમન અબ્દુલજલીલે સોમવારે સાઉદી અરેબિયાની ન્યૂઝ ચેનલ અલ-અરેબિયા પર મૃતકોના આંકડાની જાહેરાત કરી હતી. તેમણે ઓછામાં ઓછા 50 લોકો ગુમ થયા હોવાની માહિતી આપી હતી. મૃતકોમાં પૂર્વના નગર બાયદાના 12 લોકો પણ સામેલ છે, જ્યારે દરિયાકિનારાના શહેર સુસાના 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો.


comments powered by Disqus