સિંગાપોરઃ ભારત અને સિંગાપોરે ગુરુવારે બંને દેશો વચ્ચે ન્યાયિક સહયોગ માટેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોની સર્વોચ્ચ અદાલત વચ્ચે થયેલી સમજૂતી પર હસ્તાક્ષર થયા તે પ્રસંગે સીજેઆઇ ડી.વાય. ચંદ્રચૂડ અને સુદર્શન મેનન ઉપસ્થિત રહ્યા હતા. જો કે સમજૂતી વિશે વધુ જાણકારી મળી શકી નથી.
સુપ્રીમ કોર્ટના અધિકારીએ જણાવ્યું કે, સીજેઆઇ ચંદ્રચૂડ સિંગાપોરની મુલાકાતે છે. તે પ્રસંગે સિંગાપોર અને ભારતની સર્વોચ્ચ અદાલત વચ્ચે સમજૂતી થઈ હતી. સિંગાપોર મુખ્ય ન્યાયમૂર્તિ મેનન 3 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે હતા. જસ્ટિસ મેનન ચોથા ન્યાયમૂર્તિ તરીકે 2012થી સિંગાપોરના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવે છે.

