નવનાત વડિલ મંડળ યોજીત ૮૫-૯૦ વર્ષના વડિલોનો સન્માન સમારંભ

- જ્યોત્સના શાહ Wednesday 14th June 2023 08:01 EDT
 
 

શુક્રવાર તા.૯જુન'૨૩ના રોજ નવનાત વડિલ મંડળે સમાજના ૮૫-૯૦ વર્ષના ૨૩ વડિલોનું સન્માન નવનાત હોલ, હેઝમાં કર્યું. આ ચીલો ચાતરી જીંદગી એક વરદાન છે અને એ અમૂલ્ય હોવાનો વડિલોને અહેસાસ કરાવ્યો. દર શુક્રવાર નવનાતના વડિલો માટે ઇંતજારની ઘડી જેવો બની ગયો છે. નિત નવા કાર્યક્રમોથી સૌ વડિલોનું મનોરંજન થતું રહ્યું છે. ચા-કોફી સાથે ગાઠિયા-જલેબી-સંભારો-સાટાનો નાસ્તાથી સમધુર સવારની શુભ શરૂઆત. ખાવ-પીઓ-એશ કરો!!
નવનાત વડિલ મંડળના પ્રેસિડેન્ટ શ્રી નલીનભાઇ ઉદાણીએ મહેમાનો સહિત ૩૫૦ જેટલા સભ્યોનું ભાવભીનું સ્વાગત કર્યું. આ પ્રસંગે નવનાત વણિક મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઇ મીઠાણી, સલાહકાર શ્રી ભૂપેન્દ્રભાઇ અને શ્રીમતી ભદ્રાબહેન શાહ, સંસ્થાના પેટ્રન અને વણિક કાઉન્સિલના પ્રેસિડેન્ટ શ્રી મનહરભાઇ અને શ્રીમતી વિનોદિનીબહેન મહેતાવગેરેની ઉપસ્થિતિથી ચાર ચાંદ લાગી ગયા.
સન્માનિત ભાઇ -બહેનો: ૯૦ + વયના ૧) સુશીલાબહેન વી.દોશી ૨) સૂર્યકાન્તભાઇ એલ.મહેતા ૩) હરકિશનભાઇ ટી. મહેતા. શાલ ઓઢાડી NVM ના લોગોવાળો મગ એનાયત કરી બહુમાન કરાયું.
૮૫+ વયના ૧) ઇન્દ્રકાન્તભાઇ જે.બખાઇ ૨) ચન્દ્રકાન્તભાઇ જી.ઉદાણી ૩) મનસુખલાલ ડી. ગાંધી ૪) કાન્તીલાલ એમ.ગાંધી ૫) ચન્દ્રકાન્તભાઇ એ. મહેતા. ૬) વિનોદભાઇ મહેતા
૭) ડો.સુરેશભાઇ પરીખ ૮) જયંતિલાલ દેવચંદ શાહ ૯) નવીનચંદ્ર એચ. શેઠ ૧૦) મનસુખલાલ એમ.ગાંધી ૧૧) દોલતરાય ટી. ગાંધી ૧૨) છોટાલાલ કોઠારી ૧૩) રસિકલાલ દાવડા
૧૪) શ્રીમતી નયનાબહેન બી.બખાઇ ૧૫) ઇન્દુમતીબહેન સી.મહેતા ૧૬) રંજનબાલા આર. પારેખ ૧૭) દમયંતિબહેન જે. શાહ ૧૮) જશવંતીબહેન શાહ ૧૯) સ્મિતાબહેન એસ.ઉદાણી ૨૦) ભોગીલાલ એચ.રૂપાણી
૮૫+ ના ભાઇઓને માર્કસ એન્ડ સ્પેન્સરનું ૨૫ પાઉન્ડનું વાવચર, બહેનોને શાલ અને બૂકે તેમજ સર્ટિફિકેટ મઢેલી ફ્રેમ, કેસરની ડબ્બી અને લોગોવાળો મગ એનાયત કરાતા સૌ સન્માનિતોના ચહેરા ખીલી ઉઠ્યાં હતાં.
આભારવિધિ શ્રી શિરીષભાઇ મીઠાણીએ કરી.
અંતે કિચનની વોલટીંયર બહેનોએ પ્રેમથી બનાવેલ સ્વાદિષ્ટ રસોઇનો રસાસ્વાદ લઇ મીઠી યાદોં સહ આવતા શુક્રવારે ફરી મળવાના કોલ સાથે સૌ વિખરાયાં.


comments powered by Disqus