કર્ણાટકના બેંગાલુરુમાં યોજાયેલા એક સમારોહમાં દેશનાં નાણામંત્રી નિર્મલા સિતારમણનાં પુત્રીનાં સાદગીથી લગ્ન યોજાયાં હતાં. વ્યવસાયે પત્રકાર પરકલા વાંગ્મયીએ ગુજરાતી યુવાન પ્રતીક દોશી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. પ્રતીક દોશી વડાપ્રધાન કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી છે અને રિસર્ચ અને સ્ટ્રેટેજી અંગેની કામગીરી સંભાળે છે. આ લગ્નમાં પરિવાર અને મિત્રો જ હાજર હતા. પ્રતીક લાંબા સમયથી વડાપ્રધાન સાથે છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પ્રતીક CMOમાં ઇન્ટર્ન હતા. એ દરમિયાન તેમને રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે લેવામાં આવ્યા હતા. સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલના સ્નાતક પ્રતીક દોશી 2014થી જ વડાપ્રધાન કાર્યાલયમાં છે.

