રિપબ્લિક ઓફ યુગાન્ડા ખાતે ભારતના નવા હાઇ કમિશ્નરપદે ઉપેન્દ્ર સિંહ રાવતની નિયુક્તિ

- મહેશ લિલોરિયા, ગમન-આગમન Tuesday 13th June 2023 08:39 EDT
 
 

એસ. જયશંકરના ગાઢ સહયોગી શિલ્પક એન અમ્બુલે સિંગાપોરમાં આગામી ભારતીય હાઇ કમિશ્નર નિમાયા

વર્ષ 2002ની બેચના આઇએફએસ અધિકારી અને હાલમાં વિદેશ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડો. શિલ્પક એન અમ્બુલેની નિયુક્તિ સિંગાપોરના આગામી ભારતીય હાઇ કમિશ્નર તરીકે કરાઇ છે. તેઓ ચીન સહિત ઇસ્ટ એશિયા ડિવિઝનના ઇન્ચાર્જ રહી ચૂક્યા છે અને ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરના ગાઠ સહયોગી મનાય છે. ભારત અને સિંગાપોર રાજદ્વારી સંબંધોના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે જ અમ્બુલેની નિયુક્તિ કરાઇ છે. ડો. અમ્બુલે વિદેશ મંત્રાલયમાં રાજદ્વારી તરીકે 25 વર્ષનો અનુભવ ધરાવે છે.

શુભદર્શિની ત્રિપાઠીઃ રિપબ્લિક ઓફ સર્બિયામાં ભારતના રાજદૂત

1994ની બેચના આઇએફએસ અધિકારી શુભદર્શિની ત્રિપાઠી હાલ કઝાખસ્તાનમાં ભારતના રાજદૂત છે. હવે તેમની નિયુક્તિ રિપબ્લિક ઓફ સર્બિયામાં રાજદૂત તરીકે નિયુક્તિ કરાઇ છે.

નિલાક્ષી સહા સિંહાઃ જ્યોર્જિયા ખાતે ભારતના રાજદૂત

હાલમાં આર્મેનિયામાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવતા નિલાક્ષી સહા સિંહાની જ્યોર્જિયા ખાતેના આગામી રાજદૂત તરીકે નિયુક્તિ કરાઇ છે.

શ્રી વિપુલઃ કતરમાં ભારતના રાજદૂત નિમાયા

હાલમાં વિદેશ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા 1998ની બેચના આઇએફએસ અધિકારી શ્રી વિપુલની કતરના આગામી ભારતીય રાજદૂત તરીકે નિયુક્તિ કરાઇ છે.

અમિત અગ્રવાલની UIDAIના CEO તરીકે નિયુક્તિ, સુબોધ કુમાર સિંહ એનટીએના ડીજી

વરિષ્ઠ આઇએએસ અધિકારીઓ અમિત અગ્રવાલ અને સુબોધ કુમાર સિંહની અનુક્રમે યુઆઇડીએઆઇના સીઇઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ કરાઇ છે. અગ્રવાલ 1993 અને સિંહ 1997ની છત્તીસગઢ કેડરના આઇએએસ અધિકારીઓ છે.

નિતિન અગરવાલની બીએસએફના ડિરેક્ટર જનરલ તરીકે વરણી

કેરળ કેડરની 1989ની બેચના આઇપીએસ અધિકારી નિતિન અગરવાલની બીએસએફના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ કરાઇ છે. 31 ડિસેમ્બર 2022ના રોજ પંકજ કુમાર સિંહ નિવૃત્ત થયા પછી પાંચ મહિનાથી આ હોદ્દા પર કોઇ નિયુક્તિ કરાઇ નહોતી. નિતિન અગરવાલ હાલ દિલ્હીમાં સીઆરપીએફના મુખ્યમથક ખાતે એડિશનલ ડીજી ઓપરેશન તરીકે સેવા આપી રહ્યા છે.

નિવૃત્ત આઇપીએસ કે કે મિશ્રાની બીસીસીઆઇ એન્ટી કરપ્શન યુનિટના વડા તરીકે નિયુક્તિ

હરિયાણા કેડરના પૂર્વ આઇપીએસ અધિકારી કે કે મિશ્રાની બીસીસીઆઇના એન્ટી કરપ્શન યુનિટના વડા તરીકે નિયુક્તિ કરાઇ છે. 1987ની બેચના આઇપીએસ અધિકારી એવા મિશ્રા હાલ હરિયાણા સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીના સભ્ય છે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે.


comments powered by Disqus