‘ઈન્ડિયા ગાર્ડન’ યુકેમાં ભારતની ઝલક રજૂ કરશે: દોરાઈસ્વામી

Thursday 15th June 2023 02:03 EDT
 
 

લંડન: “શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC)નું ‘ઈન્ડિયા ગાર્ડન’ યુકેમાં ભારતની ઝલક રજૂ કરશે. યુકેમાં ભારતીય સમુદાયમાં આ ઉપક્રમ સૌથી મોટું અને શ્રેષ્ઠ સંકુલ બનશે. પ્રામાણિકતા, વ્યવસાયની સૂઝ, ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકરૂપતા મજબૂત પાયા સાથે સાર્વજનિક સેવા કરવામાં કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી અગ્રિમ છે.” આવી ભાવના નોર્થહોલ્ટ લંડન ખાતે ‘ઈન્ડિયા ગાર્ડન’ પ્રોજેક્ટના શિલાન્યાસ યજ્ઞ અવસરે ભારતીય હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે 8 મિલિયન પાઉંડના દાન જાહેર થયા હતા જેમાં નવા અને જૂના દાન સામેલ છે. ભુજ સ્વામિનારાયણ મંદિરે 51,000 પાઉન્ડનું તુલસીપત્ર અને મહંત સ્વામીના પ્રેરક આશીર્વચન રજૂ કર્યા હતા. ભુજ મંદિરના વરિષ્ઠ સંત પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું કે, સમાજ અને સત્સંગ એક છે. ભુજ સ્વામિનારાયણ મંદિરે હંમેશા સમાજને સાથ આપ્યો છે. સ્વામીશ્રીએ ભુજ સ્વામિનારાયણ મંદિર તરફથી 51,000 પાઉન્ડ જાહેર કર્યા ત્યારે નરનારાયણ દેવનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો.
આ પ્રસંગે ખાસ વીડિયો સંદેશામાં મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ કહ્યું, હરિભક્તો આ કાર્ય આપણું પોતાનું છે. કામ મોટું છે પણ બધાના સહયોગથી પૂર્ણ થશે. સમાજ અને સત્સંગ એક છે. સૌએ સાથે મળી આ કાર્યને પાર પાડવાનું છે. SKLPCના અધ્યક્ષ માવજીભાઈ ધનજી વેકરિયાએ બધાનો આભાર માનતા સાર્વજનિક સેવાકીય પ્રવૃત્તિ વધારે વેગ આપવાની લાગણી વ્યક્ત કરી હતી.
ઐતિહાસિક પળો...
• 8 મિલિયન પાઉન્ડ જેટલું દાન • ભારત અને આફ્રિકાથી મહેમાનો આવ્યા • ભુજ મંદિરના સંતોની હાજરી • 4 હજારથી વધારે કચ્છી પટેલ, આખા ઈંગ્લેન્ડમાંથી આવ્યા • બાળકો અને યુવક–યુવતી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ • ઇતિહાસમાં પહેલી વખત સ્વામિનારાયણ મંદિર ભુજ તરફથી ‘કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી’ને દાન અપાયું.

કેટલાક દાનદાતાઓઃ
• શામજી શિવજી પટેલ (દબાસીયા) (જયશામ કોન્ટ્રાક્ટર્સ) • કિરણ દેવશી વેલજી ભુડિયા (સ્ટેફિક્સ લિ.) • શશિકાંત કરસન વેકરિયા (વાસ્ક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ) • સુરેશ રાબડિયા (એમ પી બ્રધર્સ) • વિજય હાલાઈ અને પંકજ ગોરસિયા (ક્રિસ્ટલ યુનિટ્સ લિ.) • જય, વિનોદ, રમેશ (એવરગ્લેડ વિન્ડોઝ) • ભાવિન જીતુ જાદવજી હાલાઈ (પ્રાઈમ ગ્લેઝ વિન્ડોઝ)


comments powered by Disqus