ઓસ્કરમાં ભારતઃ 1965માં પહેલી એન્ટ્રી ‘મધર ઇન્ડિયા’

Wednesday 15th March 2023 10:09 EDT
 
 

ઓસ્કર માટે પણ પ્રચાર કરવો પડે છે. ભારત સરકાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એ જાણકારી ન હતી કે અન્ય દેશ પોતાની ફિલ્મની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને સ્પષ્ટ કરવા માટે અથાગ પરિશ્રમ કરતા હતા. 1965માં ઓસ્કરમાં રજૂ થયેલી પહેલી ભારતીય ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ એટલે જ પાછળ રહી ગઇ હતી. ફાઇનલ સુધીમાં ફિલ્મને લઇને ત્રણ રાઉન્ડ વોટિંગ થયું. અંતે ઇટલીની ફિલ્મ ‘નાઇટ્સ ઓફ કેરેબિયા’એ માત્ર એક વોટથી બાજી મારી હતી. તેની પાછળ માનવું હતું કે જ્યૂરીને ભારતીય મૂલ્યોની સમજ ન હતી. જ્યૂરીનું માનવું હતું કે પતિ છોડીને ગયા બાદ અભિનેત્રી રાધા (નરગિસ દત્ત) શા માટે વ્યાજખોર મહાજનનો પ્રસ્તાવ માન્યો ન હતો. તે સારી વ્યક્તિ હતી.
‘ગાંધી’ માટે ભાનુ અથૈયાએ દેશને અપાવ્યો પહેલો ઓસ્કર
• 1983 - ભાનુ અથૈયાઃ પહેલો ઓસ્કર એવોર્ડ કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાએ ફિલ્મ ‘ગાંધી’ માટે જીત્યો હતો. ભાનુ અથૈયાએ જ્હોન મેલોની સાથે મળીને કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા.
• 1991 - સત્યજીત રેઃ બંગાળી ફિલ્મકાર સત્યજીત રેને ‘ઓનરરી લાઇફટાઇમ એચિવમેન્ટ’નો એવોર્ડ અપાયો હતો. જોકે નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ઓસ્કર સેરેમનીમાં જઇ શક્યા ન હતા.
• 2008 - ‘સ્લમડોગ મિલિયોનેર’ઃ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં બેસ્ટ મ્યુઝિક કેટેગરીમાં એ.આર. રહેમાનને એવોર્ડ મળ્યો હતો. તેનું લોકપ્રિય ગીત ‘જય હો...’ તેમણે જ ગાયું હતું. આ જ ફિલ્મના ‘જય હો...’ ગીતના ગીતકાર ગુલઝારને એવોર્ડ મળ્યો હતો. તેઓ સેરેમનીમાં પહોંચી શક્યા ન હતા. રસુલ પોકુટ્ટીને ફિલ્મ માટે ‘બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ’ કેટેગરીનો ઓસ્કર મળ્યો હતો.
• 2023 - ‘RRR’ઃ ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટુ - નાટુ’ને ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ અપાયો. મ્યુઝિક કમ્પોઝર એમ. એમ. કીરવાનીએ સ્ટેજ પર ગીત ગાઇને સ્પીચ આપી હતી.
• 2023 - ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ઃ બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કેટેગરીમાં ગુનીત મોંગા નિર્મિત ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ને એવોર્ડ મળ્યો.
આ ડોક્યુમેન્ટ્રી આદિવાસી યુગલ બોમન-બેલી વિશે છે.


comments powered by Disqus