પાકિસ્તાનમાં હોળીના દિવસે હિન્દુ ડોક્ટરની હત્યા

Wednesday 15th March 2023 07:01 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જાણીતા હિન્દુ ડોક્ટર અને સ્કિન સ્પેશિયાલિસ્ટ ધરમદેવ રાઠીની તેમના જ ડ્રાઇવર હનીફ લેઘારી દ્વારા ગળું કાપી હત્યા કરી દેવામાં આવી. આરોપી હનીફની પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપી ડ્રાઇવર હનીફે પાકિસ્તાનના હૈદરાબાદ ખાતે રહેતા ડો. ધરમદેવ રાઠીના ઘરમાંથી ચાકુ ઉઠાવી તેમનું ગળું કાપી નાખ્યું હતું.
ડો.ધરમદેવના રસોઈયાએ જણાવ્યું કે, રસ્તામાં ડોક્ટર અને ડ્રાઈવર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઘરે પહોંચતાં જ ડ્રાઇવર રસોડામાં ગયો અને ત્યાંથી છરી ઉઠાવી હત્યાને અંજામ આપ્યો હતો. જે બાદ ડ્રાઇવર હનીફ ડોક્ટરની કાર લઈને ફરાર થઈ ગયો હતો.
પાકિસ્તાનના લઘુમતી બાબતોના પ્રાંતીય મંત્રી જ્ઞાનચંદ ઇસરાનીએ મૃતકના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. તો સત્તારૂઢ પાર્ટી પીપલ્સ પાર્ટીની મહિલા પાંખનાં વડાં ફરયાલ તાલપુરે હત્યાની નિંદા કરતાં કહ્યું, આ ખૂબ હૃદયદ્રાવક ઘટના છે.


comments powered by Disqus