લંડન-મુંબઈ ફ્લાઈટમાં ધૂમ્રપાન બાદ પ્રવાસીની ધમાલ

Wednesday 15th March 2023 06:51 EDT
 
 

મુંબઈઃ એર ઈન્ડિયાની ફલાઈટ 10 માર્ચે લંડનથી મુંબઈ આવવા રવાના થઈ હતી. થોડીવારમાં બાથરૂમમાં સ્મોક એલાર્મ વાગતાં ક્રૂ મેમ્બરે તપાસ કરતાં જણાયું હતું કે કમલકાંત દ્વિવેદી નામનો પ્રવાસી સિગારેટ પીતો હતો.
કમલકાંતને સિગારેટ ન પીવા જણાવાતાં તે ઉશ્કેરાયો હતો. અને થોડીવારે સીટ પર બેઠા બાદ તેણે ફલાઈટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ અન્ય પ્રવાસીઓએ બૂમરાણ મચાવતાં તેણે પ્રવાસીઓની મારપીટ શરૂ કરી દીધી હતી. કેટલાકને તો તેણે લાતો પણ ફટકારી હતી.
ભારે ધમાલ મચાવતાં આ પ્રવાસીને એક સીટ સાથે બાંધી દીધો હતો. ત્યાં પણ તેણે ધમાલ કરતંા ઇન્જેક્શન આપી બેભાન કરી દેવાયો હતો. ફ્લાઈટ મુંબઈ પહોંચતાં તેને પોલીસને સોંપાયો હતો. પોલીસે આઇપીસી 336 સહિત અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ
કરી હતી.


comments powered by Disqus