ચૈત્રી નવરાત્રિના પાવન દિવસોમાં લેસ્ટરના શ્રી સનાતન મંદિરનાં આંગણે ક્રિષ્ન મિશન - બર્મિંગહામ દ્વારા શ્રીરામ કથાનું આયોજન કરાયું છે. વૃંદાવનનિવાસી પરમ ગૌભક્ત પૂ. સંજીવ ક્રિષ્ન ઠાકુરજીના વ્યાસપીઠ પદે યોજાનારી શ્રીરામ કથાનું રસપાન કરવા સૌ ભાવકોને જાહેર નિમંત્રણ અપાયું છે. પૂ. ઠાકુરજીએ વૃંદાવનમાં રસ્તે રઝળતી, નિરાધાર, અશક્ત, બીમાર, વૃદ્ધ ગૌમાતાની સેવા માટે 2010માં સમર્પણ ગૌશાળાની સ્થાપના કરી હતી. આજે આ ગૌશાળામાં 700થી વધુ ગૌમાતાની સુંદર સેવા થઈ રહી છે. શ્રીરામ કથામાં આ ગૌશાળાના લાભાર્થે ફંડ ભેગું કરીને ગૌમાતાને ઘાસચારો, દવા, ઈલાજ અને સારવાર પૂરાં પડાશે. ગૌશાળામાં ગૌમાતા માટે દવાખાનું, એમ્બ્યુલન્સ તથા ડોક્ટર નિરંતર ઉપસ્થિત હોય છે. ચૈત્રી નવરાત્રિ પર્વે આપ નિરાધાર ગૌમાતા માટે વાર્ષિક સેવા, આજીવન સેવા, આજીવન રોટી સેવા, મેડીકલ સેવા આપી શકો છો. વધુ માહિતી માટે સંપર્કઃ 07438 751 056

