લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા ધામેચા લોહાણા સેન્ટર ખાતે રવિવાર 5 માર્ચ 2023ના રોજ ‘ડીમેન્શિયા અવેરનેસ એન્ડ સ્ક્રીનિંગ કેમ્પ’નું આયોજન કરાયું હતું.
આ ઈવેન્ટનું આયોજન થોડા વર્ષો પહેલા પ્રોફેસર ભીખુ કોટેચાના મેડિકલ ઈનપૂટ અને માર્ગદર્શન હેઠળ LCNL માટે એજિંગ પોપ્યુલેશન કમિટીનો અમલ કરનારા શ્રી ચંદુભાઈ રુઘાણી અને યતીનભાઈ દાવડાની રાહબરી હેઠળ યોજાયો હતો. LCNL દ્વારા સ્થાપિત અને લોર્ડ ડોલર પોપટ દ્વારા જૂન 2020માં સત્તાવાર તૈયાર કરાયેલા રિપોર્ટ ‘એન એજિંગ પોપ્યુલેશન ઈન ધ લોહાણા કોમ્યુનિટી - કી ચેલેન્જીસ એન્ડ સોલ્યુશન્સ’ ના પગલે આ કમિટીની રચના કરવામાં આવી હતી.
આ ઈવેન્ટમાં 250થી વધુ લોકોની હાજરી હોવાથી તેને ભારે સફળતા હાંસલ થઈ હતી. આઠ ક્લિનિશિયન્સની નિગેહબાની હેઠળ ઓડિયન્સમાં હાજર લોકોને સ્ક્રીનિંગ ક્વેશ્ચનેર એક્સરસાઈઝ ઓફર કરાઈ હતી જેનાથી તેઓને ડીમેન્શિયા વિકસવાના જોખમની સંભાવનાની ચોકસાઈ કરી શકાય. અમને આનંદ છે કે અલ્ઝાઈમર્સ સોસાયટી, સડબરી અને વેમ્બલી ડીમેન્શિયા કેરર્સ સપોર્ટ ગ્રૂપ જેવી વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિક ડીમેન્શિયા કાફે હબ્સ અને હેલ્થ વોચ, બ્રેન્ટ દ્વારા ઈવેન્ટને સપોર્ટ કરાયો હતો તેમજ ડીમેન્શિયાગ્રસ્ત લોકો અને તેમની સારસંભાળ લેનારાઓ માટે સંભવિત સપોર્ટની જાણકારી ઓડિયન્સને આપવામાં આવી હતી.
લંડનમાં રોયલ ફ્રી હોસ્પિટલમાં કાર્યરત કન્સલ્ટન્ટ ફીઝિશિયન ડો. દેવ ચૌહાણ અને ઈસ્ટ સસેક્સની મેમરી એસેસમેન્ટ સર્વિસના શિલ્પા રાડિયા લાખાણી દ્વારા કુશળ ક્લિનિકલ પ્રેઝન્ટેશન્સ અપાયાં હતાં.
ઓડિયન્સને ડીમેન્શિયાના વિવિધ પ્રકાર, વિવિધ લક્ષણો તેમજ ચોક્કસ પ્રકારના ડીમેન્શિયાને અટકાવવામાં મદદરૂપ બની શકે તેવા લાઈફસ્ટાઈલ ફેરફારો વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભારતીય અને એશિયન કોમ્યુનિટીને વધુ મદદરૂપ નીવડી શકે તેવી આ જ્ઞાનવર્ધક અને સહાયક જાણકારીને ઉપસ્થિત ઓડિયન્સે વધાવી લીધી હતી.
જો આપને વધુ જાણકારી મેળવવાની ઈચ્છા હોય તો [email protected] - Lohana Community North London www.lcnl.org ને ઈમેઈલ કરી શકો છો. (તસ્વીર સૌજન્યઃ રાજ બકરાણિયા, PR MEDIA PIX)