દોહાઃ કતારમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીની અરજી ત્યાંની કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને ટૂંક સમયમાં સુનાવણી આરંભી શકે છે. આ અધિકારીઓની ફાંસીની સજા વિરુદ્ધ ભારત સરકારે અપીલ કરી હતી, જેને કતારની કોર્ટે ગુરુવારે સ્વીકારી હતી. કોર્ટ ટૂંક સમયમાં સુનાવણી શરૂ કરશે.
અધિકારીઓ કતારમાં દેહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ નામની કંપની માટે કામ કરતા હતા. ઓગસ્ટ 2022માં તેમની ધરપકડ કરાઈ હતી. કતારની સરકારે તેમની સામેના આરોપો અંગે કોઈ માહિતી આપી નથી.

