ભારતીય મૂળના દેવ શર્મા ઓસ્ટ્રેલિયામાં સેનેટર બન્યા

Wednesday 29th November 2023 06:59 EST
 
 

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન રાજકારણી દેવ શર્મા સેનેટર બન્યા છે. અગાઉ 2019માં દેવ શર્મા ઓસ્ટ્રેલિયન સંસદમાં સાંસદપદે ચૂંટાઈ આવ્યા હતા.

• 10 વિદેશી ઓઇલ કંપની પાકિસ્તાન છોડવા મજબૂરઃ પાકિસ્તાનની નબળી સુરક્ષા વ્યવસ્થાને કારણે 10થી વધુ આંતરરાષ્ટ્રીય તેલ અને ગેસ સંશોધન કંપનીઓએ તેમનો વ્યવસાય સમેટી લીધો છે.

• ખૈબર પુખ્તુનખ્વાંમાં પાક. સુરક્ષા દળોએ 8 આતંકી ઠારઃ ખૈબર પખ્તુનખ્વાંના દક્ષિણ વઝિરિસ્તાનમાં રવિવારે પાકિસ્તાન સુરક્ષાબળોએ ગુપ્ત ઓપરેશન હાથ ધરી 8 આતંકીને ઠાર માર્યા હતા.

• આયર્લેન્ડમાં આધેડના હિંસક હુમલા બાદ સ્થાનિકો દ્વારા પ્રદર્શનઃ ડબલિનમાં સ્કૂલની બહાર 50 વર્ષના હુમલાખોરે ચાકુથી 3 બાળકો સહિત 5 લોકોને ઘાયલ કર્યાં. ઘટના બાદ સ્થાનિકોએ ‘આઇરિશ લાઇવ્સ મેટર’ લખેલાં બેનરો સાથે હિંસક પ્રદર્શન કર્યું હતું.

• પાકિસ્તાન સેનાના બે નિવૃત્ત અધિકારીને 14 વર્ષની સજાઃ પાકિસ્તાની સેનાના નિવૃત્ત મેજર આદિલ ફારુક રઝા અને નિવૃત્ત કેપ્ટન હૈદર રઝા મહેંદીને રાજદ્રોહને ઉશ્કેરવા બદલ કોર્ટ માર્શલની સાથે 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ બંને વિદેશમાં રહે છે, તેથી તેઓ આ સજા ભોગવે તેવી શક્યતા ઓછી છે.

• આઇસલેન્ડમાં 48 કલાકમાં જ 700 ભૂકંપઃ આઇસલેન્ડમાં જ્વાળામુખી વિસ્ફોટની ચેતવણી વચ્ચે રવિવારે 700 ભૂકંપ નોંધવામાં આવ્યા હતા. સૌથી શક્તિશાળી ભૂકંપ સોમવારે સવારે ગ્રિડાવિકમાં નોંધાયો હતો.

• કરાચીના શોપિંગ મોલમાં આગ લાગતાં 11નાં મોતઃ કરાચીના શોપિંગ મોલમાં આગ લાગતાં ગૂંગળાઈ જવાથી 11નાં મોત થયાં છે, જ્યારે અનેક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતાં તેઓને હોસ્પિટલમા ખસેડાઈ હતી.

• પાક. અફઘાન શરણાર્થીઓ પાસેથી રૂ. 70 હજાર વસૂલે છેઃ તાલિબાનના ડરથી ભાગીને પાકિસ્તાનાં સ્થાયી શરણાર્થીઓ પાસેથી પાકિસ્તાન સરકારે હવે રિ-સેટલમેન્ટ સ્કીમ હેઠળ પ્રતિવ્યક્તિ લગભગ રૂ. 70 હજાર વસૂલવાનું શરૂ કરાયું છે.


comments powered by Disqus