હિન્દુસમાજને શક્તિશાળી કરવા વિશ્વ હિન્દુ કોંગ્રેસનું આયોજન

Wednesday 29th November 2023 06:46 EST
 
 

બેંગકોકઃ થાઇલેન્ડના બેંગકોક ખાતે આયોજિત ત્રિદિવસીય વિશ્વ હિન્દુ કોંગ્રેસનું રવિવારે સમાપન થયું. હિન્દુ સંગઠનો વચ્ચેની એકતાને મજબૂત કરવા તેમજ સનાનત ધર્મ સામેના પૂર્વગ્રહો અને ધિક્કારની ભાવનાનો અસરકારક રીતે સામનો કરવાના નિર્ધાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. વિશ્વ હિન્દુ કોંગ્રેસ દરમિયાન યોજાયેલાં સમાંતર સત્રો દરમિયાન પણ પ્રતિનિધિઓએ વિદેશોમાં ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓને સમર્થન આપી તેમના વિરુદ્ધના રાજકીય પ્રચારનો સામનો કરવા પણ નિર્ધાર કર્યો હતો.
હિન્દુ મૂલ્યોથી જ શાંતિ મળી શકેઃ થાઇ પીએમ
થાઇલેન્ડના પ્રધાનમંત્રી શ્રેથા થાવિસિને કહ્યું કે, અશાંતિ સામે ઝઝૂમી રહેલી દુનિયાએ હિન્દુ ધર્મનાં મૂલ્યોથી પ્રેરણા લેવી જોઈએ. અહિંસા, સત્ય, સહિષ્ણુતા અને પરસ્પર સદ્ભાવના માર્ગે ચાલીને જ શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. હિન્દુ ધર્મનાં મૂલ્યોને અપનાવવાથી જ શાંતિની સ્થાપના થશે. શ્રેથાએ કહ્યું કે, દુનિયામાં હિન્દુઓની ઓળખ એક સમૃદ્ધ અને પ્રગતિશીલ સમાજના રૂપમાં થાય છે.


comments powered by Disqus