હિન્દુજા ગ્રૂપના ચેરમેન એસ.પી. હિન્દુજાનું અવસાનઃ 87 વર્ષની વયે લંડનમાં લીધા છેલ્લા શ્વાસ

Wednesday 17th May 2023 10:30 EDT
 
 

લંડનઃ હિન્દુજા ગ્રૂપના ચેરમેન અને અશોક લેલેન્ડના ગ્રૂપના માલિક એસ.પી. હિન્દુજાનું 17 મેએ અવસાન થયું. તેઓએ 87 વર્ષની ઉંમરે લંડન ખાતે છેલ્લા શ્વાસ લીધા હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી એસ.પી. હિન્દુજાની તબિયત નાદુરસ્ત હતી. મહત્ત્વનું છે કે હિન્દુજા ગ્રૂપ ઓટોમોટિવ, ઓઇલ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ, બેન્કિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, પાવર સહિત 11 બિઝનેસ ક્ષેત્રે મોટી નામના ધરાવે છે. ચાર ભાઈઓમાં સૌથી મોટા ભાઈ શ્રીચંદ પરમાનંદ હિન્દુજાનું આજે લંડનમાં અવસાન થયું હોવાની નજીકના મિત્રો અને પરિવારજનોએ માહિતી આપી હતી. એસ.પી. હિન્દુજાના નિધનથી ભાઈઓ ગોપીચંદ, પ્રકાશ, અશોક અને સમગ્ર હિન્દુજા પરિવારે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું.


comments powered by Disqus