કોંગોના ચર્ચમાં બોમ્બ બ્લાસ્ટઃ 17નાં મોત

Wednesday 18th January 2023 06:33 EST
 
 

કોંગોઃ કોંગોના એક ચર્ચમાં બોમ્બ વિસ્ફોટ થતાં 17 લોકોનાં મોત થયા છે. અને 20ને ગંભીર ઈજા થઈ છે. આ વિસ્ફોટની જવાબદારી ISIS દ્વારા લેવામાં આવી છે. વિસ્ફોટ પછી ચર્ચમાં તબાહી મચી હતી. લોકોએ ભાગદોડ મચાવી હતી. કાસિન્દી ટાઉનનાં ચર્ચમાં લોકો પ્રેયર માટે એકઠા થયા ત્યારે આ ઘટના બની હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કેટલાક મૃતકોનાં શરીરનાં અંગો અલગ થઈ ગયા હતા. વિસ્ફોટ પછી થોડીવારમાં સેના ત્યાં પહોંચી ગઈ હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.


comments powered by Disqus