જોશીમઠમાં વધુ બે હોટેલ નમીઃ ઓલી રોપ-વેના પ્લેટફોર્મ પર પણ તિરાડો

Tuesday 17th January 2023 06:09 EST
 
 

જોશીમઠઃ ઉત્તરાખંડના જોશીમઠમાં પડેલી તિરાડોથી ભૂસ્ખલન જમીન ધસી પડવાના જોખમે લોકોની સાથે સરકારની ચિંતા વધારી દીધી છે. જોશીમઠમાં બે હોટેલોને ઉતારવાનું કામ ચાલી રહ્યું છે એવા વધુ બે હોટેલ સ્નો ક્રેસ્ટ અને કોમેટ એકબીજા તરફ નમી ગઈ છે અને ઓલી રોપ-વે પર પણ જોખમ સર્જાયું છે. વધુમાં તિરાડોના કારણે જોખમી થઈ ગયેલા મકાનોની સંખ્યા વધીને 800 નજીક પહોંચી ગઈ છે. બીજીબાજુ સુપ્રીમે અંતે જોશીમઠ મુદ્દે સોમવારે સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે.
જોશીમઠમાં બે હોટેલો મલારી ઈન અને માઉન્ટ વ્યૂને તોડી પાડવાની કામગીરી ચાલુ છે એવામાં એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટ્સમાંનો એક સાડા ચાર કિ.મી. લાંબો જોશીમઠ-ઓલી રોપવે પણ જમીન ધસી પડવાના જોખમવાળા વિસ્તાર સાથે જોડાયેલ છે. આ રોપ-વે સેવા ૧૦ દિવસથી બંધ છે. આ રોપ-વે 6,000 કિ.મી.ની ઊંચાઈ પર આવેલા જોશીમઠને ૯,૦૦૦ કિ.મી.ની ઊંચાઈ પર આવેલ ઓલી સ્કીઇંગ સેન્ટર સાથે જોડે છે.
રોપ-વેના મુખ્ય સંચાલક એન્જિનિયર દિનેશ ભટ્ટે વધુમાં જણાવ્યું કે, શનિવાર સવાર સુધીમાં રોપ-વે પરિસરમાં દીવાલથી થોડાક જ અંતરે ચારથી 6 ઈંચ પહોળી, 20 ફૂટ લાંબી અને ચાર ફૂટ ઊંડી તિરાડ પડી ગઈ છે. આ રોપ-વે સાથે જોડાયેલી સ્નો ક્રેસ્ટ અને હોટેલ કોમેટ પણ ભૂ-સ્ખલનની હદમાં આવી ગઈ છે.
જોશીમઠ-ઋષિકશ હાઈવે પર દર એક કિ.મી.એ ભૂસ્ખલન
ગુ.સ. જોશીમઠ, તા. 16ઃ જોશીમઠ : જોશીમઠને લઇને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં માગણી કરાઇ હતી કે જોશીમઠની વર્તમાન સ્થિતિને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે. જોકે આ માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને અરજદારને હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું છે. બીજી તરફ જોશીમઠને લઇને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જોશીમઠ અને ઋષિકેશનો જે ૨૪૭ કિમી લાંબો રોડ છે તે જોખમી છે. આ રોડ પર દર એક કિમીએ લેંડસ્લાઇડ એટલે કે ભુસ્ખલનની ઘટના સામે આવી છે.


comments powered by Disqus