પાક.માં ભૂખમરાનું જોખમ: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

Wednesday 18th January 2023 06:21 EST
 
 

ઇસ્લામાબાદઃ ધ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ને જીવનધોરણના ખર્ચમાં વૃદ્ધિને પગલે ભૂખમરાની આશંકા જણાય છે. તેણે પ્રતિકૂળ હવામાન અને પુર‌વઠા ખેંચને કારણે સ્થિતિ વધુ વકરે તેવી શક્યતા દર્શાવી છે. પાકિસ્તાન અંગેના અહેવાલમાં જણાવાયું છે કે, દેશમાં જીવનધોરણનો હાલનો ખર્ચ સતત વધી રહ્યો છે. હવામાન પ્રતિકૂળ છે અને ખાદ્ય ચીજોના પુરવઠાની ખેંચ છે ત્યારે આવી સ્થિતિમાં લાખો લોકો ભૂખમરાની ઝપટમાં આવે તેવી શક્યતા છે. પાકિસ્તાનમાં ઊર્જાની કટોકટી માનવીય કટોકટીમાં ફેરવાઈ શકે. તેને લીધે દેશમાં વ્યાપક અંધારપટની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે અને આવા સમયે હવામાન પણ પ્રતિકૂળ રહેશે તો ઘણા લોકો જીવ પણ ગુમાવી શકે.


comments powered by Disqus