પાકિસ્તાન હોય કે ચીન કોઈના દબાણ નીચે નહીં આવીએઃ એસ. જયશંકર

Wednesday 18th January 2023 06:11 EST
 
 

નવીદિલ્હીઃ વિદેશપ્રધાન એસ.જયશંકરે શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાનમાં જન્મ લેતા આતંકવાદ અને ચીન સાથેની સરહદી અથડામણો સંદર્ભમાં ભારતે કરેલી જવાબી કામગીરીએ બતાવી આપ્યું છે કે દેશ કોઇના દબાણમાં નહીં આવે. તેમણે કહ્યું કે દેશ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હરસંભવ પ્રયાસ કરશે. એસ.જયશંકરે 2019ની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પુલવામા હુમલાના જવાબમાં વાયુસેનાએ બાલાકોટ હવાઇ હુમલા આધારે જરૂરી સંદેશો આપ્યો હતો.
વિદેશપ્રધાને શનિવારે સાંજે તામિલ સાપ્તાહિક ‘તુઘલક’ના 35મા સ્થાપના દિવસ કાર્યક્રમને સંબોધતાં કહ્યું હતું કે ચીન ઉત્તર સરહદે મોટાપાયે દળો તૈનાત કરીને સરહદોનું ઉલ્લંઘન કરે છે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા તે રાષ્ટ્રીય ખુશાલીની આધારશિલા છે. આપણી સામે દેશમાં ઉગ્રવાદથી માંડીને સરહદે આતંકવાદ જેવી સમસ્યા પડેલી છે. પરંતુ બાલાકોટ હવાઇ હુમલાએ જરૂરી જવાબ આપી દીધો છે. ભારત એક એવો દેશ છે કે જે ક્યારેય દબાણમાં નહીં આવે. ભારત પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધું કરી છૂટશે. 1947માં દેશનું વિભાજન ના થયું હોત તો ચીન નહીં પણ ભારત વિશ્વનો સૌથી મોટો દેશ હોત. વિકસિત દેશોને પણ ભારત તરફથી કોવિડ વેક્સિન પુરવઠો પહોંચતો થયો તે વાતની પ્રશંસા સાંભળી છે. સ્ટેટેસ્કોને બદલવા પ્રયાસ કરી રહ્યું છે. દુર્ગમ સ્થાને હજારોની સંખ્યામાં તૈનાત આપણા સૈનિકો પૂરી તત્પરતા સાથે સરહદ સુરક્ષા કરી રહ્યા છે.


comments powered by Disqus