બે જુદા ધર્મના લોકો હિન્દુ કાયદાથી લગ્ન કરે તો અમાન્ય

Wednesday 18th January 2023 06:13 EST
 
 

નવી દિલ્હીઃ લગ્ન માટે દરેક ધર્મના જુદાજુદા કાયદા છે. જો કોઇ અન્ય ધર્મની વ્યક્તિ હિન્દુ લગ્ન કાયદા અનુસાર લગ્ન કરવા માગતી હોય તો પણ ના કરી શકે. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે માત્ર હિન્દુઓ જ હિન્દી લગ્ન કાયદા મુજબ લગ્ન કરી શકે. જો કોઈ અન્ય ધર્મની વ્યક્તિ હિન્દુ ધર્મના કાયદા મુજબ લગ્ન કરે તો તેવા લગ્નને ફોક ગણવામાં આવશે. એક ભારતીય – અમેરિકન ખ્રિસ્તી પુરુષની અરજીની સુનાવણી દરમિયાન આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી હતી.


comments powered by Disqus