બેંગલુરુમાં યુવાને સ્કૂટર પાછળ બાંધીને વૃદ્ધને ઢસડ્યા

Wednesday 18th January 2023 06:27 EST
 
 

બેંગ્લુરુ: કર્ણાટકના બેંગ્લુરુમાં એક શરમજનક ઘટના બની હતી. અહીં એક યુવાન 70 વર્ષીય વૃદ્ધને તેના સ્કૂટર સાથે બાંધીને ઢસડી લઈ ગયો હતો, યુવકની આવી હરકતને કારણે વૃદ્ધનું આખું શરીર છોલાઈ ગયું હતું અને તેમને ગંભીર અવસ્થામા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. જોકે આ દરમિયાન લોકોએ ચસકેલા મગજને યુવાનને પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો.
વાયરલ વીડિયો બાદ પોલીસે કરી ધરપકડ
આ કંપાવનારી ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બેંગલુરુના મગદી રોડ પર બની હતી. બેંગલુરુ વેસ્ટના ડીસીપીએ જણાવ્યું હતું કે, સ્કૂટર સાથે વૃદ્ધને રસ્તા પર ઘસડવા બદલ યુવકની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, યુવક વિરુદ્ધ ગોવિંદરાજ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
લોકોએ યુવાનને
મેથીપાક ચખાડ્યો
બેંગલુરુ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. જાણકારી અનુસાર જ્યારે લોકોએ રસ્તા પર જોયું કે યુવક એક વૃદ્ધને સ્કૂટી દ્વારા ખેંચીને લઈ જઈ રહ્યો છે તો તેમણે યુવાનને ઘેરી લીધો હતો અને વૃદ્ધને તેમના કબજામાંથી છોડાવી યુવાનને ખૂબ માર પણ માર્યો હતો.


comments powered by Disqus