ભારત સરહદેે ચીનના વિદ્રોહી કેમ્પ પર મ્યાનમારની એર સ્ટ્રાઇક

Wednesday 18th January 2023 06:24 EST
 
 

નાએપ્યીડોઃ મ્યાનમાર સૈન્ય દ્વારા ભારતીય સરહદ નજીક એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, મ્યાનમારમાં જે સરહદી વિસ્તારો પર આ એર સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં મ્યાનમારના વિદ્રોહી સંગઠનના કેટલાક લોકો માર્યા ગયા છે. આ એર સ્ટ્રાઇક મિઝોરમ પાસે કરવામાં આવી હતી, જ્યાં વિદ્રોહીઓ દ્વારા કેમ્પો ઊભા કરાયા હોવાના અહેવાલો મળ્યા હતા.
પ્રાપ્ત અહેવાલો અનુસાર મ્યાનમારની જુંટાના આદેશ પર ચિન નેશનલ આર્મી નામના વિદ્રોહીઓના સંગઠન પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. ચીન નેશનલ આર્મીએ મ્યાનમારમાં સૈન્ય દ્વારા સત્તા પર કબજો કરવામાં આવ્યો તેની સામે વિદ્રોહ શરૂ કર્યો છે અને આમ નાગરિકો પણ તેને સાથ આપી રહ્યા છે. આ વિસ્તારમાં મ્યાનમારના યુદ્ધ વિમાનો દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જેમાં કેટલાક વિદ્રોહી માર્યા ગયા અને કેટલાક ઘવાયા હોવાના અહેવાલ છે. આ એરિયલ સ્ટ્રાઇક બાદ કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે મ્યાનમારના બોમ્બથી ભારતીય સરહદમાં પણ વિસ્ફોટ થયા છે. જો કે આ રિપોર્ટમાં કોઈ ઘવાયું હોવાના અહેવાલો નથી. દરમિયાન મિઝોરમમાં કેટલાક અધિકારીઓએ ભારતીય સરહદમાં કોઈ બોમ્બ બ્લાસ્ટ ન થયો હોવાની સ્પષ્ટતા કરી છે.
મ્યાનમાર સરકારને ઉથલાવીને સૈન્યએ સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે. ત્યારથી મ્યાનમારમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે.


comments powered by Disqus