ભારતીય પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સમાં ૮૫મા ક્રમે

Wednesday 18th January 2023 06:31 EST
 
 

નવીદિલ્હીઃ 59 દેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી સાથે ભારતીય પાસપોર્ટ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સમાં 85મા ક્રમે હોવાનું હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં જણાવાયું છે. ભારતીય પાસપોર્ટ આ ઇન્ડેક્સમાં ગત વર્ષે ૮૩મા ક્રમે હતો, જે એક વર્ષમાં બે ક્રમ ગગડ્યો છે. 193 દેશમાં વિઝા-ફી એન્ટ્રી સાથે જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે યથાવત છે. દક્ષિણ કોરિયા અને સિંગાપોર સંયુક્તપણે બીજા ક્રમે અને જર્મની તથા સ્પેન સંયુક્તપણે ત્રીજા ક્રમે છે. હેનલી એન્ડ પાર્ટનર્સના અનુસાર જાપાનના નાગરિકો વિશ્વના 227માંથી 193 દેશોમાં વિઝા વગર જઇ શકે છે. દક્ષિણ કોરિયા અને સિંગાપોરના લોકો 192 દેશમાં અને જર્મની તથા સ્પેનના લોકો 190 દેશમાં વિઝા વગર જઇ શકે છે. રેન્કિંગ મુજબ અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી નબળો પાસપોર્ટ છે.રિપોર્ટમાં ઉમેર્યું હતું કે દુનિયાભરમાં માત્ર 6 પાસપોર્ટ એવા છે કે જે તેના ધારકને 70થી વધુ દેશોની વિઝા-ફી એન્ટ્રી આપે 07:00 REPUBLIC OF INDIA છે. ભારત અંગે રિપોર્ટમાં જણાવાયું હતું કે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હોવા છતાં ભારતના પાસપોર્ટ પર માત્ર ૫૯ દેશમાં વિઝા-ફી એન્ટ્રી મળે છે, જે દેશોનું ગ્લોબલ જીડીપીમાં  યોગદાન માત્ર 6.7% છે.


comments powered by Disqus