લદ્દાખથી અરુણાચલ સુધી એલએસી પર નવાં ચીની ગામોમાં છાવણી જેવાં ઘર

Wednesday 18th October 2023 06:11 EDT
 
 

નવી દિલ્હીઃ લદાખથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધીની એલએસીની પેલે પાર ચીની સેના ગામ વસાવવાના નામે સૈન્ય મથક બનાવી રહી છે. આ ગામોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે, જેનો ઉપયોગ અત્યાધુનિક સૈન્ય મથક તરીકે કરી શકાય. ગામોમાં બનાવાયેલા વોચ ટાવર, મોટા વેરહાઉસ અને કોંક્રિટનાં માળખાં આ તરફ જ આંગળી ચીંધી રહ્યાં છે. એલએસીની રખેવાળી સાથે સંકળાયેલી સુરક્ષા એજન્સીઓએ આ અંગે કેન્દ્ર સરકારને વિસ્તૃત માહિતી આપી છે.
સરકારી સૂત્રો પ્રમાણે 3,488 કિલોમીટર લાંબી એલએસી પાસે ચીનને ‘શિયાઓકાંગ’ નામથી 628 ગામ વસાવ્યાં છે. શિયાઓકાંગનો અર્થ ચીની ભાષામાં ‘સમૃદ્ધ’ થાય છે. તેમાંથી મોટાભાગનાં ગામો ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ નજીક એલએસી પાસે છે. આ ગામોમાં નિરીક્ષણ ચોકીઓ સ્ટોરેજ અને હેલિપેડ જેવી સુવિધા બનાવાઈ છે.


comments powered by Disqus