હમાસ-ઇઝરાયલ યુદ્ધઃ અનેક દેશો દ્વારા કરાઈ દરમિયાનગીરી

Wednesday 18th October 2023 07:36 EDT
 
 

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ કરી 11 દિવસના યુદ્ધના અંતે બંને તરફથી આશરે 4 હજાર લોકોથી વધુનાં મોત નીપજી ચૂક્યાં છે, જ્યારે 10 હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. યુદ્ધના કારણે આશરે 10 લવાખ લોકો ગાઝા છોડીને ભાગી છૂટ્યા છે. હમાસના લડવૈયાઓએ ઇઝરાયેલ પર આશરે 5 હજારથી વધારે રોકેટનો મારો ચલાવ્યો હતો, જે બાદ ઇઝરાયેલ દ્વારા યુદ્ધનું એલાન કરી દેવામાં આવ્યું છે અને હમાસને નેસ્તોનાબૂદ કરવાનો સંકલ્પ લીધો છે.
ગાઝાની હોસ્પિટલ પર એરસ્ટ્રાઇકઃ 500નાં મોત
ઇઝરાયલ દ્વારા મધ્ય ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે, જેમાં 500થી વધુ લોકોનાં મોત થયાં છે. જ્યાં મોટી સંખ્યામાં ઘાયલો સારવાર લઈ રહ્યા હતા
ઇઝરાયલ મિલિટરી ચીફે સુરક્ષામાં ખામી સ્વીકારી
ઇઝરાયલ મિલિટરી ચીફે સ્વીકાર્યું કે, તે 7 ઓક્ટોબરે હમાસના હુમલાને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. લોકોની સુરક્ષા કરવી સેનાનું કામ છે, પરંતુ અમે આમાં નિષ્ફળ ગયા. આ એક બોધપાઠ છે.
ઓપરેશન અજયઃ ભારતીયો એરલિફ્ટ કર્યા
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારત સરકારે ગુરુવારથી ઓપરેશન અજય દ્વારા ભારતીયોને પરત ભારત લાવવાનું શરૂ કર્યું છે. ઇઝરાયલમાં લગભગ 18 હજાર ભારતીયો રહે છે.
દરમિયાન હમાસના સતત હુમલા વચ્ચે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન બુધવારે ઇઝરાયલના પ્રવાસે પહોંચશે તેવા અહેવાલ છે. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને આ જાણકારી આપી હતી.


comments powered by Disqus