ડોકલામ અંગે વલણ બદલવા ચીનનું ભુતાન પર દબાણ

Wednesday 19th April 2023 06:54 EDT
 
 

નવી દિલ્હીઃ ચીન હવે ભુતાન સાથે નિકટતા વધારવા લાગ્યું છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ડોકલામ પર પોતાનું વલણ બદલવા માટે ભુતાન પર દબાણ કરે છે. આ ખુલાસો દિલ્હીસ્થિત વિદેશીનીતિ થિન્ક ટેન્ક રેડ લેન્ટર્ન એનાલિટિકા દ્વારા કરવામાં આવ્યો છે. આરએલએ અનુસાર ભુતાન વડાપ્રધાન લોટે શેરિંગે દાવો કર્યો છે કે, ડોકલામ વિવાદમાં ચીનની પણ સમાન ભાગીદારી છે. ચીન સમગ્ર ડોકલામ પઠાર પર પોતાનો દાવો કરે છે, જે ભારત, ભુતાન અને ચીન વચ્ચેનો વિવાદિત વિસ્તાર છે.
એશિયાના કેટલાક દેશો ચીનના દેવાની જાળમાં ફસાયા છે. પાકિસ્તાન, ચીન, શ્રીલંકા, મંગોલિયા અને નેપાળ તેનાં ઉદાહરણો છે. આ તમામ દેશો ચીન પર નિર્ભર બન્યા છે. ડોકલામ મુદ્દો 2017માં સીપીસીના નેતૃત્વમાં ચર્ચામાં આવ્યો હતો.


comments powered by Disqus