દુબઈની ઈમારતમાં આગ, ચાર ભારતીય સહિત 16નાં મોત

Wednesday 19th April 2023 06:54 EDT
 
 

દુબઈઃ દુબઈની એક રહેણાક ઇમારતમાં આગ લાગવાથી 16 લોકોનાં મૃત્યુ થયાં. મૃતકોમાં ચાર કેરળના દંપતી અને તામિલનાડુની બે વ્યક્તિનો સમાવેશ થાય છે. આગને કારણે નવ લોકોને ઇજા પણ પહોંચી છે. મળતા અહેવાલ મુજબ શનિવારે રાતે સાડા બાર વાગ્યે રહેણાક ઇમારતમાં અચાનક આગ લાગી હતી. રહેણાક ઇમારતના ચોથા માળે આગ લાગી હતી અને પછી આગ અન્ય માળે પહોંચી હતી. આગ લાગી ત્યારે લોકો સૂઈ રહ્યા હતા. અચાનક આગ લાગતાં ઇમારતના રહીશોમાં ભાગદોડ મચી હતી. આગ લાગતાં દુબઈ સિવિલ ડિફેન્સે આગને અંકુશમાં લેવા જહેમત ઉઠાવી હતી.


comments powered by Disqus