ઇસ્લામાબાદઃ ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આરોપીની પાકિસ્તાનમાં હત્યા કરાઈ છે. લશ્કરના આતંકી ભોલા ખાન ઉર્ફ હબીબુલ્લાને રવિવારે ખૈબર પખ્તુનખ્વાંના ટાંકમાં અજાણ્યા બંદૂકધારીઓએ રહેંસી નાખ્યો હતો. ભોલા લશ્કર માટે ભરતી એજન્ટ તરીકે કામ કરતો હતો અને કાશ્મીરના આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટને હથિયારો પૂરાં પાડતો હતો. ભોલા પાકિસ્તાનના પૂર્વ સાંસદ દાવર ખાનનો પિતરાઈ ભાઈ હતો. દોઢ વર્ષમાં ભારતના 23 મોસ્ટ વોન્ટેડ આરોપીઓ અજાણ્યા હુમલાખોરોના હાથે મોતને ઘાટ ઉતારી દેવાયા છે. ત્યારે હબીબુલ્લાની પણ હત્યા કરી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસ દ્વારા હાલમાં આ હત્યારાને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે, પરંતુ કંઈ હાથ લાગ્યું નથી.

