યૂરોપમાં ઘૂસવા જતાં હોડી પલટીઃ લીબિયાના 61નાં મોત

Wednesday 20th December 2023 06:30 EST
 
 

કૈરોઃ યુરોપમાં જઈ રહેલા પ્રવાસીઓની હોડી લીબિયા દરિયાકાંઠાની પાસે ડૂબી જતાં મહિલાઓ અને બાળકો સહિત 60થી વધુ લોકોનાં મોત થયાં છે, તેમ યુએન માઇગ્રેશન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. યુએનના જણાવ્યા અનુસાર હોડી ડૂબવાની ઘટના ભૂમધ્ય સાગરમાં બની છે. યૂરોપમાં વધુ સારા જીવનની શોધમાં અત્યાર સુધી આ ખતરનાક માર્ગે જનારા હજારો લોકોનાં મોત થયાં છે. યુએન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હોડીમાં 86 લોકો સવાર હતા. ઝડપી લહેરોને કારણે હોડી પલટી જતાં 61 લોકો ડૂબી ગયા હતા. 


comments powered by Disqus