પુતિન- કિમની મિત્રતાથી યુક્રેન સામે ખતરો વધ્યો, પરમાણુ સ્પર્ધા વધવાનો ભય

Wednesday 20th September 2023 08:00 EDT
 
 

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ પુટિન અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે મંત્રણાને લઇને દુનિયાભરમાં અનેક પ્રકારની આશંકા ઊભી થઇ છે. સ્થિતિ ફરી એકવાર કોલ્ડવૉર જેવી સર્જાઇ રહી છે. કિમ જોંગ અને પુટિનના ગઠબંધનથી યુક્રેન યુદ્ધની દિશા બદલાઇ શકે છે. રશિયાને અનેક નવાં હથિયારો અને ઘાતક મિસાઇલો મળી શકે છે. આ ઉપરાંત એશિયામાં પરમાણુ હથિયારોને લઇને નવી રેસ પણ શરૂ થઇ શકે છે.
રશિયાએ ગયા વર્ષે યુક્રેનમાં આશરે એક કરોડથી વધુ તોપગોળા (આર્ટિલરી શેલ્સ) ઝીંક્યા છે. હવે રશિયા પાસે પૂરતા તોપગોળા નથી. સપ્લાયને લઇને સંકટ છે. બીજી બાજુ ઉત્તર કોરિયાની પાસે સોવિયત પ્રકારની સેના છે. રશિયાએ ગયા વર્ષે યુક્રેનમાં આશરે એક કરોડથી વધુ તોપગોળા (આર્ટિલરી શેલ્સ) ઝીંક્યા છે. આ મિત્રતાથી પરમાણુ સ્પર્ધા વધવાનો ભય છે.


comments powered by Disqus