મુંબઈ એરપોર્ટ પર ઉદ્યોગપતિ ધ્રુવ કોટકનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, સાતને ઈજા

Wednesday 20th September 2023 07:32 EDT
 
 

મુંબઈ એરપોર્ટ ૫૨ 14 સપ્ટેમ્બરે સાંજે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન લેન્ડિંગ વખતે ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન ડોમેસ્ટિક એરપોર્ટના રન-વે પર લપસી જતાં તેના બે ટુકડા થઈ ગયા અને વિમાનના એન્જિનમાં આગ પણ લાગી ગઈ. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં જે.એમ. બક્ષી પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક કંપનીના માલિક ધ્રુવ કોટક સહિત 6 મુસાફર અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. આ પૈકી સાતને ગંભી૨ ઈજા થતંા મુંબઈની ક્રિટીકેર એશિયા હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આ વિમાને વિશાખાપટ્ટનમથી ઉડાન ભરી હતી.


    comments powered by Disqus