નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલમાં પોતાના દરેક સમયમાં સાથીદાર રહેલાં સંયુક્ત આરબ અમિરાત પર ગુસ્સે ભરાયું છે. રોજ ઊઠીને યુએઇ પાસે ઉધાર માગવાવાળા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે યુએઈ પાસે સ્પષ્ટતા માગી છે. વાસ્તવમાં યુએઇએ ભારત સાથેના સારા સંબંધોનો પડઘો પાડતાં પાક. તાબા હેઠળના કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવતાં પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો છે. જો કે યુએઇની સરકારે પાક. સરકારની અવગણના કરી છે. એટલું જ નહીં 2019થી જ પાકિસ્તાન માટે બેચેન બનેલી કલમ 370ની નાબૂદીને પણ યુએઇએ ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે અને તે અંગેના પાક.ના વલણ સાથે અસહમત હોવાનું જણાવ્યું છે. યુએઇના નાયબ વડાપ્રધાને 10 સપ્ટેમ્બરે એક વીડિયોમાં આર્થિક કોરિડોરનો નકશો બતાવ્યો હતો.

