લીબિયામાં 20 હજારથી વધારે લોકોનાં મોત

Wednesday 20th September 2023 08:05 EDT
 
 

ડેરનાઃ લીબિયામાં સમુદ્રમાં આવેલી સુનામીના કારણે 20 હજારથી વધારે લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે. લીબિયાના આધુનિક ઇતિહાસની આ સૌથી મોટી સુનામી છે, જેમાં મૃત્યુ પામેલા અનેક લોકોના હજુ પણ મૃતદેહ મળ્યા નથી.
બચાવ અભિયાનમાં સામેલ લોકોનું કહેવું છે કે, સુનામી આવવાના કારણે શહેરમાં પાણી ઘૂસી આવ્યું હતું અને ઘણા લોકો પણ વહી ગયા. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમાં મોટાભાગના લોકોનાં મોત થઈ ગયાં છે, પરંતુ મૃતદેહની શોધ કરવી મુશ્કેલ છે. ડેરના શહેરનો લગભગ અડધો ભાગ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો છે.


comments powered by Disqus