જાસૂસી સંસ્થા ‘રો’ના ચીફ તરીકે આઇપીએસ અધિકારી રવિ સિન્હા

Wednesday 21st June 2023 06:32 EDT
 
 

નવી દિલ્હીઃ આઇપીએસ અધિકારી રવિ સિન્હાને આગામી ‘રો’ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ દેશની સૌથી મહત્ત્વપૂર્ણ જાસૂસી સંસ્થા છે, જેના નામથી પાકિસ્તાન ગભરાતું રહે છે. 1988 બેચના છત્તીસગઢ કેડરના આઇપીએસ અધિકારી રવિ સિન્હાને હવે આ સંસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં તેઓ રોમાં જ સ્પેશિયલ સેક્રેટરી પદ પર કામ કરી રહ્યા હતા. તેઓ હવે સામંત ગોયલનું સ્થાન લેશે.
ગોયલને 2019માં બે વર્ષ માટે રો ચીફ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે તે પછી તેમનો કાર્યકાળ બે વર્ષ લંબાવવામાં આવ્યો હતો. 30 જૂને આ અવધિ પણ પૂર્ણ થઈ રહી છે. તેને પગલે કેબિનેટ નિયુક્તિ કમિટીએ રવિ સિન્હાની નિમણૂકને મંજૂરી આપી હતી. 30 જૂને ગોયલનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સિન્હા તેમનું પદ સંભાળશે. તેમને બે વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, પાછલાં ચાર વર્ષમાં રોએ ખાલિસ્તાની સમર્થકો, પાકિસ્તાનમાં ભારતવિરોધી આતંકવાદી જૂથો અને સમુદ્ર માર્ગે ડ્રગ ટ્રાફિકિંગ કરતાં સંગઠનો સામે મોટી કામગીરી કરી છે.
આ ઉપરાંત રોએ ચીની હેકર્સના કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં પણ મોટી ભૂમિકા ભજવી છે. પાકિસ્તાનમાંથી ઓપરેટ કરતાં સંગઠનો રોના નામથી જ ગભરાય છે.


comments powered by Disqus