ડીઆરડીઓ અને નેવી દ્વારા માનવરહિત વિમાન ‘તપસ’નું સફળ પરીક્ષણ

Wednesday 21st June 2023 06:33 EDT
 
 

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને નેવીએ સાથે મળીને એક માનવરહિત વિમાન તપસનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. નેવીએ કારવાડ નેવલ બેઝ પરથી 148 કિ.મી. દૂર આઇએનએસ સુભદ્રાના ગ્રાઉન્ડ સ્ટેશન પરથી દૂરસ્થ તપસ યુએવીના કમાન્ડ અને કંટ્રોલની ક્ષમતાઓને ટ્રાન્સફર કરવાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપસે સવારે 7:35 કલાકે કારવાડ નેવલ બેઝથી 285 કિ.મી. દૂર આવેલા ચિત્રદુર્ગની એરોનોટિકલ ટેસ્ટ રેન્જથી ઉડ્ડયન આરંભ્યું હતું. તેણે 20 હજાર ફૂટની ઊંચાઈએ લગભગ સાડા ત્રણ કલાક ઉડ્ડયન કર્યું હતું.


comments powered by Disqus