લંડનઃ સન્ડે ટાઇમ્સ દ્વારા યુકેના સૌથી અમીર લોકોની 35મી યદી જાહેર કરવામાં આવી છે જેમાં કિંગ ચાર્લ્સ તૃતીય, વડાપ્રધાન રિશી સુનાક, એક કેથલિક પ્રિસ્ટ, બે સ્ક્રેપ મેટલ ડીલર સહિતના લોકોનો સમાવેશ થાય છે. યાદીમાં ગોપીચંદ હિન્દુજા અને પરિવાર 35 બિલિયન પાઉન્ડ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. જોકે સન્ડે ટાઇમસના મતે તેજીનો સમય સમાપ્ત થઇ ગયો છે. 2007-08ની આર્થિક મંદી બાદ પહેલીવાર અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 2023માં 171 અબજોપતિ જાહેર કરાયા છે જે 2022ની સરખામણીમં 6નો ઘટાડો દર્શાવે છએ. જોકે અબજોપતિઓની કુલ સંપત્તિ 30.734 બિલિયન પાઉન્ડ વધીને 683.856 બિલિયન પાઉન્ડ પર પહોંચી છે.
સન્ડે ટાઇમ્સની યાદીના ટોચના 10 અમીર
- ગોપીચંદ હિન્દુજા અને પરિવાર – 35 બિલિયન પાઉન્ડ
- સર જેમ્સ રેટક્લિફ – 29.688 બિલિયન પાઉન્ડ
- સર લિઓનાર્ડ બ્લાવેન્તિક – 28.625 બિલિયન પાઉન્ડ
- ડેવિડ-સાયમન રેઉબેન પરિવાર – 24.399 બિલિયન પાઉન્ડ
- સર જેમ્સ ડાયસન પરિવાર – 23 બિલિયન પાઉન્ડ
- લક્ષ્મી મિત્તલ પરિવાર – 16 બિલિયન પાઉન્ડ
- ગાય, જ્યોર્જ વેસ્ટન અને પરિવાર – 14.5 બિલિયન ડોલર
- ચાર્લિન,હેઇનકેન, માઇકલ દ કારવાલો- 13.122 બિલિયન પાઉન્ડ
- કર્સ્ટન અને જોર્ન રાઉસિંગ – 12 બિલિયન પાઉન્ડ
- માઇકલ પેટ – 11.5 બિલિયન પાઉન્ડ
263 કિંગ ચાર્લ્સ તૃતીય – 600 મિલિયન પાઉન્ડ
275 રિશી સુનાક – અક્ષતા મૂર્તિ -529 મિલિયન પાઉન્ડ
સુનાક અને અક્ષતાની સંપત્તિમાં રોજના 5 લાખ પાઉન્ડનો ઘટાડો
એવું લાગી રહ્યું છે કે રિશી સુનાકની રાજકીય ચડતી સાથે તેમની સંપત્તિની પડતી શરૂ થઇ છે. આ વર્ષે જાહેર થયેલી અમીરોની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 12 મહિનાથી સુનાક અને અક્ષતા મૂર્તિની સંપત્તિમાં પ્રતિ દિવસ પાંચ લાખ પાઉન્ડનો ઘટાડો નોંધાયો છે. હાલ તેમની સંપત્તિ 529 મિલિયન પાઉન્ડ હોવાનું મનાય છે. દંપતીની સૌથી મૂલ્યવાન સંપત્તિ ઇન્ફોસિસમાં શેર હોલ્ડિંગ છે પરંતુ ઇન્ફોસિસના શેરોમાં સતત ઘટાડાના કારણે તેમની સંપત્તિમાં ધોવાણ થઇ રહ્યું છે.

