બ્રિટને 16 કરોડ ભારતીયોની હત્યા કરી ભારતને લૂંટ્યુંઃ પુતિન

Wednesday 25th January 2023 06:44 EST
 
 

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે રશિયાએ ભારતનું નામ લઈને બ્રિટન પર આકરા પ્રહારો કર્યા છે. યુક્રેનને લશ્કરી ટેન્કો આપવાની જાહેરાત પછી રશિયા અને પુતિન બિટન પર રોષે ભરાયા છે. રશિયાએ કહ્યું છે કે ભારતમાં જ્યારે બ્રિટનનું શાસન હતું ત્યારે તેણે ભારતને લૂંટવામાં કશું બાકી રાખ્યું નથી. ભારતને લૂંટીને બ્રિટન અમીર બન્યું છે. બ્રિટન દ્વારા 16 કરોડ ભારતીયોની હત્યા કરવામાં આવી છે. 1880થી 1920 વચ્ચે ભારત પર શાસન કરવાથી બ્રિટનને કારણે 10 કરોડથી વધુ ભારતીયો પીડિત બન્યા હતા અને બ્રિટનના અત્યાચારના ભોગ બન્યા હતા. રશિયાના વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ માટે આર્થિક માનવ વિજ્ઞાની જેસન હિકેલ અને ડાયલન સુલિવાનના રિસર્ચને ટાંકવામાં આવ્યું છે. રશિયાએ તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની ભારતમાં લાગુ કરાયેલી નીતિની ટીકા કરાઈ છે. વિદેશ મંત્રાલયે આક્ષેપ કર્યા છે કે બ્રિટને ભારતમાંથી અબજો ડૉલરની સંપત્તિ લૂંટી છે અને 1880થી 1920ની વચ્ચે ભારતનાં 16 કરોડ લોકોનાં બ્રિટિશરોના અત્યાચારને કારણે મોત થયાં છે.


comments powered by Disqus