અમદાવાદઃ મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવાની ઘટનામાં 135 લોકોના મોત નીપજ્યાં હતાં. આ બ્રિજની જાળવણી માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો તે ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ સામે આખરે પોલીસે ધરપકડ વોરંટ જારી કર્યું છે. છેલ્લા દોઠ મહિનાથી તે ધરપકડ ટાળી રહ્યો હતો. હવે ચાર્જશીટમાં તેનું નામ આરોપી તરીકે નોંધીને પોલીસ એક સપ્તાહમાં આ ચાર્જશીટ ફાઇલ કરશે. ઉપરાંત આરોપી વિદેશ ભાગી ના જાય તે માટે લૂકઆઉટ સર્ક્યુલર પણ જારી કર્યો છે.
વિક્ટોરિયન યુગના ઝુલતા પુલના નવીનીકરણ અને જાળવણીનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપને આપવામાં આવ્યો હતો. પરંતુ તા.30 ઓક્ટોબરે પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બે મહિના સુધી મૌન રહ્યા બાદ આખરે પોલીસે ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

