નવી દિલ્હીઃ અમેરિકન એરલાઇન્સની ન્યૂયોર્કથી દિલ્હી આવતી ફ્લાઇટમાં નશામાં ધૂત થયેલા ભારતીય મુસાફરે અન્ય મુસાફર પર પેશાબ કર્યો હતો. રવિવારે બનેલી ઘટના અંગે મુસાફરની ફરિયાદને પગલે ભારતીય મુસાફરને ઝડપી લેવાયો. અમેરિકન એરલાઇન્સની આ રૂટની ફ્લાઇટમાં 2 મહિનામાં આ બીજી ઘટના બની છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના અધિકારીઓના કહેવા પ્રમાણે ન્યૂયો એરપોર્ટ પરથી ફ્લાઇટ દિલ્હી જવા રવાના થઈ હતી. દરમિયાન નશામાં ધૂત થઈને ભારતીય મુસાફરે આ કૃત્ય આચર્યું હતું.

