પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન

Wednesday 26th April 2023 07:10 EDT
 
 

ચંડીગઢઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું મંગળવારે 95 વર્ષની વયે નિધન થયું. અકાલીદળના વરિષ્ઠ નેતા પ્રકાશસિંહ બાદલને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ એક અઠવાડિયા પહેલાં મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહેલા પ્રકાશસિંહ બાદલનો જન્મ ડિસેમ્બર 1927માં પંજાબના નાનકડા ગામ અબુલ ખુરાનાના જાટ પરિવારમાં થયો હતો.
શ્વાસની બીમારીની સારવાર લેતાં મંગળવારે રાત્રે આશરે 8:28 વાગ્યે તેમનું હોસ્પિટલમાં જ નિધન થયું. ફોર્ટિસ હોસ્પિટલે હેલ્થ બુલેટિન જાહેર કરતાં જણાવ્યું કે, તેમને 16 એપ્રિલે બ્રોન્કિયલ અસ્થમાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ 18 એપ્રિલે તેમની તબિયત બગડતાં તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ એનઆઇવી અને એચએફએનસી સપોર્ટ પર હતા. કાર્ડિયોલોજીના સપોર્ટથી પલ્મોનોલોજી અને ક્રિટિકલ કેર ટીમની સાથે પ્રોફેસર ડો. દિગંબર બેહરા તેમનો ઇલાજ કરી રહ્યા હતા.


comments powered by Disqus