સેવાભાવી ડો. સુશીલાબહેન શેઠનું નિધન

Wednesday 26th April 2023 05:17 EDT
 
 

રાજકોટઃ રાજકોટની અનેક સેવાભાવી સંસ્થાઓના પાયાના પથ્થર અને પૂર્વ રાજ્ય કેબિનેટ મંત્રી ડો. સુશીલાબહેન શેઠનું 95 વર્ષની વયે રાજકોટમાં નિધન થયું. છેલ્લા થોડા સમયથી તેઓ બીમાર હતાં. છેવટે 20 એપ્રિલે ડો. સુશીલાબહેન શેઠનું રાજકોટ ખાતે અવસાન થયું હતું.
વ્યવસાયે ગાયનેક ડો.સુશીલાબહેને ડોક્ટરીનો વ્યવસાય છોડી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, જી.ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, જી.ટી. શેઠ કેન્સર હોસ્પિટલ, કે.કે. શેઠ ફિઝિયોથેરાપી કોલેજ, જી.ટી. શેઠ વિદ્યાલય, એચ.ટી. ચિકિત્સાલય, શાંતિ શેઠ આંખની હોસ્પિટલ સહિત અનેક સંસ્થાઓના પાયાના પથ્થર હતા.


    comments powered by Disqus