• 12 ફેબ્રુઆરી 1921: કો. ડ્યૂક ઓફ કેનોટ દ્વારા સંસદ ભવનનો શિલાન્યાસ કરાયો.
• 18 જાન્યુઆરી 1927: તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ ઇર્વિને સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું.
• 9 ડિસેમ્બર 1946: સંસદની પ્રથમ બેઠક મળી.
• 14/15 ઓગસ્ટ 1947: ગઠિત સંસદના મધ્યરાત્રી સત્રમાં ટ્રાન્સફર ઓફ પાવર કરવામાં આવ્યો.
• 13 મે 1952: બંને સદનની પ્રથમ બેઠક મળી.
• 3 ઓગસ્ટ 1970: તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી. ગિરિએ સંસદ ભવનના નવી હિસ્સાના નિર્માણનો શિલાન્યાસ કર્યો.
• 24 ઓક્ટોબર 1975: તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીએ પાર્લામેન્ટ હાઉસના નવા હિસ્સાનું ઉદ્ઘાટન કર્યું.
• 15 ઓગસ્ટ 1987: તત્કાલીન પીએમ રાજીવ ગાંધીએ સંસદની લાઇબ્રેરી બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો.
• 7 મે 2002: તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને સંસદની લાઇબ્રેરી બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું.
• 5 મે 2009: તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી અને તત્કાલીન સ્પીકર સોમનાથ ચેટર્જીએ પાર્લામેન્ટ હાઉસ એનેક્સ બિલ્ડિંગના એક્સટેન્શનનો શિલાન્યાસ કર્યો.
• 10 ડિસેમ્બર 2020: પ્રધાનમંત્રી મોદીએ સંસદ ભવનની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો.
• 28 મે 2023: પ્રધાનમંત્રી મોદીએ નવા સંસદ ભવનનું
ઉદ્ઘાટન કર્યું.

