નવી સંસદ અનેક પરિમાણોમાં ખાસ, પરંતુ જૂની સંસદનો ઈતિહાસ પણ રોચક

Wednesday 31st May 2023 07:08 EDT
 
 

નવી દિલ્હીઃ દેશને નવું સંસદ ભવન મળી ચૂક્યું છે. પ્રધાનમંત્રી મોદીએ 28 મેએ સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે, જે અનેક પરિમાણોમાં ખાસ છે, સાથે જ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. જો કે જૂના સંસદ ભવનનો પણ એક ભવ્ય અને રોચક ઇતિહાસ રહ્યો છે.
જ્યોર્જ પંચમના પ્રતિનિધિ દ્વારા સંસદની સ્થાપના
જૂના ભારતીય સંસદ ભવનનું નિર્માણ 1921થી 1927 દરમિયાન કરવામાં આવ્યું હતું. ભવનની આધારશિલા 12 ફેબ્રુઆરી 1921ના રોજ કિંગ જ્યોર્જ પંચમનું પ્રતિનિધિત્વ કરનારા ડ્યૂક ઓફ કેનોટ દ્વારા રાખવામાં આવી હતી અને નિર્માણ જાન્યુઆરી 1927માં પૂર્ણ થયું હતું.
ભારતીય-પશ્ચિમી સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ
સંસદ ભવનની વાસ્તુકલા સર એડવિન લ્યૂટિયન્સ અને સર હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તેઓ પ્રસિદ્ધ વાસ્તુકાર હતા, જેઓ ઔપનિવેશિક કાળ એટલે કે કોલોનિયલ પિરિયડ દરમિયાન નવી દિલ્હીમાં ઘણી મહત્ત્વપૂર્ણ ઇમારતોને ડિઝાઇન કરવા માટે જાણીતા હતા. જૂની ભારતીય સંસદ ભવન એક પ્રતિષ્ઠિત સંરચના છે, જે ભારતીય અને પશ્ચિમી સ્થાપત્ય શૈલીના મિશ્રણને દર્શાવે છે. તે સમયે બનાવવામાં આવેલા આ બેનમૂન સ્થાપત્યની દેશ-વિદેશમાં સરાહના થતી હતી.
1858થી 1947 પહેલાનો યુગ
ભારતીય સંસદનો ઇતિહાસ દેશની આઝાદીનાં ઘણાં વર્ષો પહેલાનો છે. ભારતીય વિધાન પરિષદની સ્થાપના 1861ના ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ દ્વારા કરવામાં આવી હતી. જો કે આ વિધાન પરિષદ પાસે સીમિત શક્તિઓ જ હતી અને તે મુખ્યરૂપે સલાહકારના રૂપમાં જ કામ કરતી હતી.
ભારતીય પરિષદ અધિનિયમ 1892 અને ભારતીય પરિષદ અધિનિયમ 1909એ વિધાન પરિષદોનો વિસ્તાર કર્યો. જે બાદ ચૂંટાયેલા સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. આ દરમિયાન બહુમત બ્રિટિશ અધિકારીઓ દ્વારા જ નક્કી કરવામાં આવતો હતો.

ભારત સરકાર અધિનિયમ 1919 જેને મોન્ટાગુ-ચેમ્સફોર્ડ સુધારના રૂપમાં પણ જાણવામાં આવે છે. આ અધિનિયમની સહાયતાથી આંશિકરૂપે ચૂંટાયેલી વિધાનસભા અને અપ્રત્યક્ષરૂપથી ચૂંટાયેલ વિધાન પરિષદની સાથે બેવડી સરકારની અવધારણાને રજૂ કરવામાં આવી હતી.
ભારત સરકાર અધિનિયમ 1935એ કેન્દ્રીય અને પ્રાંતીય સરકારો માટે અલગ અલગ સંધીય પ્રણાલીની સ્થપના કરવામાં આવી હતી. જે બાદ એક દ્વિસદનીય સંધીય ધારાસભાની શરૂઆત થઈ.
1947 બાદ સ્વતંત્રતા બાદનો ગાળો
દેશને 15 ઓગસ્ટ 1947એ બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળી. જે બાદ દેશના સંવિધાનનું માળખું તૈયાર કરવા માટે ભારતીય સંવિધાન સભાની સ્થાપના કરવામાં આવી. વર્ષ 1950માં સંવિધાન લાગુ થવા સુધી દેશમાં સંસદે અસ્થાયીરૂપે કામ કર્યું.
26 જાન્યુઆરી 1950એ ભારતનું સંવિધાન લાગુ થયું અને ભારત આધિકારિકરૂપે એક સંપ્રભુ ગણરાજ્ય બની ગયું. સંવિધાનમાં દ્વિસદનીય પ્રણાલીને યથાવત્ રાખવામાં આવી અને ધારાસભાને ભારતીય સંસદનું નામ આપવામાં આવ્યું.


comments powered by Disqus