પ્રધાનમંત્રી મોદીએ નવી સંસદમાં સ્થાપના કરેલા સેંગોલની ખાસિયત

Wednesday 31st May 2023 07:08 EDT
 
 

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે 26 મેએ નવી સંસદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં પ્રધાનમંત્રી મોદીએ એ રાજદંડને પણ સ્થાપિત કર્યો જે 15 ઓગસ્ટ 1947ની આઝાદીની રાત્રે છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન દ્વારા પંડિત જવાહરલાલ નહેરુને સોંપાયો હતો.
સેંગોલનો ઇતિહાસઃ શું છે પરંપરા?
5 ફૂટ ચાંદીનો સેંગોલ સોનાથી મઢવામાં આવ્યો છે. 14 ઓગસ્ટ 1947એ સત્તા હસ્તાંતરણના સમયે ત્રણ વ્યક્તિ તામિલનાડુથી ખાસ દિલ્હી આવી હતી - અધિનમના નાયબ મુખ્ય પૂજારી, નાદસ્વરમ વાદક રાજરથિનમ પિલ્લઈ અને ગાયક ઓથુવર. સેંગોલને મદ્રાસના સુવર્ણકાર વુમ્મિડિ બંગારુ ચેટ્ટીએ હસ્તશિલ્પ કારીગરી દ્વારા માત્ર એક મહિનાથી ઓછા સમયમાં બનાવ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે સુવર્ણકાર વુમ્મિડિ બંગારુ ચેટ્ટીને આના માટે રૂ. 15 હજાર મહેનતાણું આપવામાં આવ્યું હતું.
માઉન્ટ બેટને પૂછી હતી ઈચ્છા
14 ઓગસ્ટ 1947માં આઝાદીના સમયે જ્યારે લોર્ડ માઉન્ટ બેટને જવાહરલાલ નહેરુને સત્તા હસ્તાંતરણ માટે કાર્યક્રમની રૂપરેખા પૂછી હતી, તો આ અંગે નહેરુએ તેમના સહયોગીઓ સાથે ચર્ચા કરતાં સ્વતંત્રતા સેનાની સી.ગોપાલાચારીએ સેંગોલ પ્રક્રિયા અંગે તેમને જણાવ્યું હતું. આ બાદ સેંગોલને તામિલનાડુથી મગાવવામાં આવ્યો અને અડધી રાત્રે પંડિત નહેરુએ લોર્ડ માઉન્ટ બેટન પાસેથી તેને સ્વીકાર્યો. આનો અર્થ હતો પારંપરિકરૂપે ભારતની સત્તા અંગ્રેજોના હાથમાંથી આપણી પાસે આવી.


comments powered by Disqus