અમેરિકા અને યુરોપના ‘ચાવવાના અને બતાવવાના’ જુદા છેઃ જયશંકર

Wednesday 27th September 2023 07:54 EDT
 
 

વોશિંગ્ટનઃ ખાલિસ્તાની આતંકી હરદીપ નિઝ્ઝરની હત્યા મુદ્દે કેનેડા અને ભારતના રાજદ્વારી સંબંધો એકદમ તળિયે પહોંચી ગયા છે. આ મુદ્દે અમેરિકાએ પણ ભારતને તપાસમાં સહયોગ કરવા કહ્યું છે. આવા સમયે અમેરિકા પહોંચેલા વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકરે અમેરિકા અને યુરોપ પર બેવડા માપદંડો રાખવાનો આક્ષેપ મૂક્યો હતો અને ગ્લોબલ નોર્થની હિપ્પોક્રસીની ટીકા કરી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રમાં હાજરી આપવા અમેરિકા પહોંચેલા ભારતના વિદેશ મંત્રી સુબ્રણ્યમ જયશંકરે જણાવ્યું હતું કે, આ દુનિયા હજુ પણ બેવડાં ધોરણો અપનાવી રહી છે. મને લાગે છે કે પરિવર્તન માટે રાજકીય ઈચ્છાશક્તિના બદલે રાજકીય દબાણ છે. જેમનું આજે આર્થિક પ્રભુત્વ છે તેઓ પોતાની ઉત્પાદન ક્ષમતાનો લાભ ઉઠાવી રહ્યા છે અને જેમનો સંસ્થાગત અથવા ઐતિહાસિક પ્રભાવ છે તેઓ પણ પોતાની અનેક ક્ષમતાઓનો હકીકતમાં હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.


comments powered by Disqus