ઈરાનમાં હિજાબના અમલ માટે કડક કાયદો

Wednesday 27th September 2023 08:07 EDT
 
 

દુબઈઃ ઈરાન સરકારે ફરી એકવાર મહિલાઓના હક્ક પર તરાપ મારી છે. ઈરાનની સંસદમાં બુધવારે હિજાબ ન પહેરવા પર ભારે દંડની જોગવાઈ સાથેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલને મંજૂરી માટે ગાર્ડિયન કાઉન્સિલ પાસે મોકલવામાં આવ્યું છે.
ઈરાનની નૈતકતા પોલીસ દ્વારા જેલમાં ધકેલવામાં આવેલી 22 વર્ષીય મ્હાસા અમીનીનું ગત વર્ષે પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. જે બાદ ઈરાનમાંહજારો મહિલાઓએ હિજાબ વિરૂદ્ધ પ્રદર્શનો કરીને ધરપકડ વહોરી લીધી હતી. મ્હાસાના મોતના એક વર્ષ બાદ ઈરાન સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા કડક કાયદાએ મહિલાઓના ઘા પર મીઠું નાખવાનું કામ કર્યું છે.


comments powered by Disqus