હેંગઝઃ એશિયન ગેમ્સના ઉદઘાટન સમારોહમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ વચ્ચે શનિવારે બેઠક યોજાઈ. આ બેઠકમાં જિનપિંગે નેપાળના સરહદી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવાની ખાતરી આપી હતી. બેઠકમાં ચીન અને નેપાળ દ્વારા સંયુક્તરૂપે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવાની પણ ચર્ચા કરાઈ. નેપાળમાં તમામ આયાતો ભારત દ્વારા થાય છે, જ્યારે ચીન નેપાળની ભારત પરની નિર્ભરતા ઘટાડવા માગે છે.

