સંયુક્ત રાષ્ટ્રઃ તુર્કીના રાષ્ટ્રપતિ રેસે તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને વિવાદ છેડ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સેશનમાં તેમણે કહ્યું હતું કે સાઉથ એશિયામાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે કાશ્મીરમાં ન્યાયની સાથે શાંતિ સ્થાપિત કરવાની બાબત બહુ જરૂરી છે. આના માટે ભારત અને પાકિસ્તાનને વાતચીત મારફતે ઉકેલ લાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે શાંતિ માટે જે પણ પગલાં લેવાશે તેને તુર્કી સમર્થન આપશે.

