દિગમ્બર જૈનોના દસ લક્ષણી પર્વના આત્મ શુધ્ધિનો ઉત્તમ અભિગ્રહ

- જ્યોત્સ્ના શાહ Tuesday 26th September 2023 06:49 EDT
 
 

શ્વેતામ્બર અને સ્થાનકવાસીઓના પર્યુષણ આઠ દિવસ હોય છે અને એના સમાપન બાદ દિગમ્બર જૈનોના પર્યુષણ પર્વ પ્રારંભ થાય છે જે દસ દિવસના હોય છે અને એ દસ લક્ષણી પર્વ અથવા સુગંધ દશમી કહેવાય છે. ટૂંકમાં આ દસ દિવસમાં આત્મ અને દેહ શુધ્ધિના ક્રમ વિષે જાણીએ:
પહેલો દિવસ ક્ષમાપનાનો. બીજો દિવસ ઉત્તમ માર્દવ એટલે બધા જીવો સાથે મૈત્રીભાવ કેળવવો. નમ્રતા અને કરૂણાભાવનું સિંચન. ત્રીજો દિવસ ઉત્તમ આર્જવ: સ્વભાવની સરળતા. વ્યક્તિની લાગણીઓની શુધ્ધિ પર ભાર મુકાયો છે. ચોથો દિવસ: ઉત્તમ વિચાર. માયાથી પર થઇ જે કાંઇ મળ્યું છે એનો સંતોષભાવ. શુધ્ધ હ્દયથી ભગવાનની પ્હાડ માનવાનો. પાંચમો દિવસ: ઉત્તમ સત્ય. સત્ય વચનનો આગ્રહ રાખી સત્કર્મોનો સંચય. છઠ્ઠો દિવસ: ઉત્તમ સંયમ: મન-વચન-કર્મથી ભૌતિક ચીજો પ્રત્યે મોહ ન રાખવો. સાતમો દિવસ: ઉત્તમ તપ: માત્ર ઉપવાસ જ તપ ન કહેવાય પરંતુ ઇચ્છાઓ અને લાગણીઓ પર પણ વિજય મેળવવો. નવમો દિવસ: ઉત્તમ અકિંચ્ય. મોહ-માયાનો ત્યાગ કરી આત્માને શુધ્ધ બનાવવાની દિશામાં આગેકૂચ. લાગણીના બંધનોમાં બંધાવાથી અપેક્ષાઓ વધતાં ક્રોધ, અભિમાન, દ્વેષ, લોભ, ભય, શોક (દુ:ખ) જેવી લાગણીઓ જન્મતા આત્માના મોક્ષ ગમનમાં અવરોધો આવે છે. એના ત્યાગથી આત્મા નિર્મળ બને છે. દસમો દિવસ અનંત ચતુર્થીનો. પ્રભુ પાસે અખંડ દીવો કરી પ્રતિજ્ઞા લેવાની, અંતરમાં સારી લાગણીઓ અને સદ્ગુણોને જ સ્થાન આપીશ. વર્ષ દરમિયાન કરેલ પાપોનું પ્રાયશ્ચિત કરી જાણતા-અજાણતાં થયેલ મનદુ:ખ માટે અંત:કરણ પૂર્વક માફી માગી-આપી મિચ્છામિ દુક્કડમ્ કહી આત્માની ઉર્ધ્વગતિનો ભાવ સેવવાનો.
આવી સરસ ભાવનાના આ પર્વ એક સારા વ્યક્તિ બનવાની અને વિશ્વ એક કુટુંબ છે એવા વિચારથી સૌના કલ્યાણની ઇચ્છા. આ મહાપર્વનો સંદેશ સમગ્ર માનવ જાત માટે ખૂબ જ હિતકારી છે. વિશ્વને રહેવાનું ઉત્તમ સ્થળ બનાવવાનો પ્રયાસ.
તપસ્વીઓની અનુમોદના :
શ્વેતામ્બર-સ્થાનકવાસીઓના આઠ દિવસના પર્યુષણ પર્વમાં ભારતભરમાં અને વિદેશોમાં તપસ્યા મોટા પ્રમાણમાં થઇ છે. તપનો મહિમા અને એનાથી દેહ શુધ્ધિ માટે આજનો નાગરિક વધુ જાગ્રત બન્યો હોવાનું પુરવાર કરે છે; અત્રે રજુ થયેલ યાદી: લંડન અને લેસ્ટરના તપસ્વીઓની વિગત અમને મળી છે એ સૌની અનુમોદના. જેઓના નામ જાણ્યે-અજાણ્યે રહી ગયા હોય એની ક્ષમા-યાચના:
જૈન સમાજ યુરોપના (લેસ્ટર) ના તપસ્વીઓ : જૈન સમાજના ૫૦ વર્ષના ઇતિહાસમાં દીક્ષા હિતેશભાઇ શાહ (ઉ.વ. ૧૮) એ મહામૃત્યુંજય (મહિનાના ઉપવાસ-માસક્ષમણ) કરી રેકોર્ડ કર્યો છે. વિદેશની ધરતિ પર રહી માત્ર ઉકાળેલા પાણી પર ૩૦ દિવસ સુધી રહેવું એ અભિનંદનને પાત્ર છે.
ઉષાબહેન રજનીકાન્તે વર્ષીતપ સાથે અઠ્ઠાઇ તપ કર્યું. એ સિવાય સોળ ઉપવાસ કરનાર: દિશા કિરણભાઇ શાહ, ડો.અતુલ બાબુલાલ શાહ, ડો.નિકિતા મીતેશ શાહ (સોલીહલ). એ સિવાય નાના-મોટી તપસ્યાઓ કરનારની અનુમોદના.લેસ્ટરમાં સ્વાધ્યાયવાણીનો લાભ શ્રી હિતેશભાઇ શાહે આપ્યો હતો.
નવનાત વણિક એસોસિએશન યુ.કે.માં પર્યુષણ દરમિયાન તપસ્યા કરનાર ભાઇ-બહેનો: ૯ ઉપવાસ કરનાર સમીરભાઇ વિનોદરાય મહેતા, જીજ્ઞાબહેન લોલાડીઆ, નયન મામણીઆા, સંજયભાઇ શાહ. ૮ ઉપવાસ કરનાર જયેશભાઇ દોશી, મેહુલભાઇ પટેલ, અલકાબહેન ઉપેન શાહ અને બિપિનભાઇ શાહ. ૬ ઉપવાસ કરનાર નીતિનભાઇ પટેલ અને પ્રદીપભાઇ મહેતા
નવયુગ જૈન પ્રગતિ મંડળના તપસ્વીઓ: શ્રીમતી રતન કનવર શાંતિલાલ સોલંકી.
જૈન નેટવર્કના તપસ્વીઓ: અલ્પાબહેન કોઠારી અને વીર ચિરાગ શાહના ૧૬ ઉપવાસ. મંજુબહેન શાહ ૯ ઉપવાસ. અઠ્ઠાઇ કરનાર સુકેન કોઠારી, કવન કોઠારી, ચંદ્રિકાબહેન શાહ અને તેજસ શાહ. વર્ધમાન તપ ઓળી કરનાર શ્રી કરણ વસા અને કથા વસા.
મહાવીર ફાઉન્ડેશન યુ.કે.ના તપસ્વીઓ: ઋત્વિ મેહુલકુમાર શાહ (૩૦ ઉપવાસ), અનીશા ચુડાસમા (૧૯ ઉપવાસ), હિરાંગી શાહ (૧૬ ઉપવાસ), તેજસ (૧૧)સૌરીન શાહ (૧૦ ઉપવાસ), ચેતન ડેડીઆ (૧૬ ઉપવાસ), ૮ ઉપવાસ કરનારાઓ : ભાવેશ શાહ, પ્રતીક અજય શાહ, ભદ્રાબહેન પરિમલ શાહ, ઝંકાર શાહ, મિહિર શાહ, જીમિત બિપીનભાઇ પારેખ, ભાર્ગવિ ધૃવિ, નૂપુર દર્પણ શાહ, વિપુલ કીર્તિ ધારોડ, પ્રીયેન સુકેત શાહ, ચાંદની નેવીલ શાહ, ધારા રાજેશ મહેતા, આકાશ પ્રફુલ શાહ, નિકિત યુવરાજ શાહ, વૈશાલી શાહ, હિતેશ શાહ, કલ્પેશ પ્રકાશચંદ્ર દેસાઇ, દેવાંશ શાહ, સૂરજ મહેતા, કુસુમબહેન શશીકાન્ત શાહ, શ્રેયા દિલેશ શાહ, અલકાબહેન શાહ અને ઝરણા કોઠારી (૬) ધૃવિન દોશી (૯), પંકજ મહેતા (૯), સંજય શાહ (૯), મધુબહેન, અક્ષય પ્રફુલ મહેતા (૮), શિલ્પાબહેન વિજયકુમાર શાહ અને વિજયકુમાર જશવંતલાલ શાહના વર્ષીતપ.
જૈન વિશ્વ ભારતીઃ અદિતિ ધેલરિયા ૮, સિયા જૈન ૮, કેયા ગિરીશ જૈન ૮, આર્યના જૈન ૮, સ્નેહા જૈન ગુંજન ૮, અનંત જૈન ૮, ડો.અંશુ ધેલરીયા ૮, જીત ધેલરિયા ૮. ડૉ સુનિલ ડુગર ૮, કેવિન જાવેરી ૮, રશ્મિભાઈ શાહ ૮, સવિતા જૈન ૯, અનુરાગ જૈન ૧૨, શુભમ જૈન ૮, સ્મિતા જૈન ૮, બિપીનભાઈ શાહ ૮, વૈશાલી શાહ ૮, અવિનાશ દોશી ૮, ધ્રુવી સુરજ બાફના ૮, મીનાક્ષી મહેતા 9, હર્ષા જૈન ૧૦, મીના ઈલેશ શાહ ૮, રવિના શાહ જોશી ૮, દર્શન ઈલેશ શાહ ૮ દિવસના ઉપવાસ.
આ વર્ષે ગુજરાતના વડોદરા શહેરમાં ૧૪૦૪ અઠ્ઠાઇનો રેકોર્ડ નોંધાયો છે. ગામેગામ અને શહેરે શહેરે થયેલ તપસ્યાના આંક આશ્ચર્ય ઉપજાવે તેવા છે. તપનો મહિમા સમજી પોતાની જીભના સ્વાદ પર કાબૂ મેળવનાર સૌ તપસ્વીઓને કોટી કોટી વંદન.


comments powered by Disqus