પાક.માં જાન્યુઆરીના અંતમાં સામાન્ય ચૂંટણી

Wednesday 27th September 2023 07:58 EDT
 
 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જાન્યુઆરી, 2024ના છેલ્લા સપ્તાહમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત પાકિસ્તાનના ચૂંટણી પંચે કરી છે. આ જાહેરાત એવા સમયે થઈ, જ્યારે નાણાકીય કટોકટીનો સામનો કરતા દેશમાં રાજકીય પક્ષો સમયસર ચૂંટણી કરાવવાનું સતત દબાણ કરે છે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરે સીમાંકનની યાદી જાહે૨ ક૨ાશે, જે બાદ રાજકીય પક્ષો વાંધા રજૂ કરી શકશે, જેને ધ્યાનમાં લીધા પછી 30 નવેમ્બરે અંતિમ યાદી જાહેર કરાશે.


comments powered by Disqus